જામનગર એસઓજી પોલીસે સાત રસ્તાથી ગુરૂદ્વારા ચોકડી તરફ જતા રોડ પરથી ગાંજાનું વેંચાણ કરતા શખ્સને ઝડપી લઇ 400 ગ્રામ ગાંજા તથા અન્ય સામાન સહિત કુલ રૂા.14000 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી વિગત મુજબ, જામનગર એસઓજીના બલભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજાને એક શખ્સ રાજકોટથી ગાંજો લઇ જામનગર આવતો હોય અને સાત રસ્તા પાસે ઉતરવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે જામનગર એસઓજી પોલીસે વોચમાં રહી બાતમી વાળા સ્થળેથી રમેશ પાલા અશ્વાર નામના શખ્સને રૂા.4000 ની કિંમતના 400 ગ્રામ ગાંજા તથા અન્ય સામાન સહિત કુલ રૂા.14,000 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ એનડીપીએસ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.