લાલપુર તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતા શખ્સની ઓરડીમાંથી દારુની 65 બોટલ મળી આવતાં એલસીબીની ટીમે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જામનગરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેણાંક મકાનમાંથી એલસીબીએ 44 બોટલ દારુ કબજે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
દારુ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો લાલપુર તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતા એઝાઝ રાયબ હાલેપોત્રાના ખેતરમાં દારુનો જથ્થો હોવાની દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બલોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન વાડીમાં તલાસી લેતાં તેમાંથી રૂા. 26000ની કિંમતની ઇંગ્લીશ દારુની 65 બોટલ અને રૂા. 5000નો એક મોબાઇલ મળી કુલ રૂા. 31000ના મુદ્ામાલ સાથે એઝાઝને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
દરમિયાન આ દારુનો જથ્થો ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં રહેતા વિજય ઉગા બગડા નામના શખ્સની સંડોવણી ખુલતાં એલસીબીએ બંને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં. 29 અને રુમ નં. 2માં રહેતા સંજયસિંહ ભરતસિંહ વાઢેરના મકાનમાં દારુનો જથ્થો હોવાની હરદીપ બારડ, મયૂરસિંહ પરમાર અને ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.એન. લગારીયા તથા ટીમ દ્વારા તલાસી લેતાં મકાનમાંથી રૂા. 17600ની કિંમતની 44 બોટલ દારુ મળી આવ્યો હતો. જેના આધારે એલસીબીની ટીમે દારુનો જથ્થો કબજે કરી નાશી ગયેલા સંજયસિંહ વાઢેરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો લાલપુરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ નદીના કાંઠેથી પસાર થતાં રમઝાન શેરમામદ રમઝાન નામનો શખ્સને લાલપુર પોલીસે આંતરીને તલાસી લેતાં તેની પાસેથી રૂા. 1500ની કિંમતની ઇંગ્લીશ દારુની 3 બોટલો મળી આવતાં પોલીસે ધરપકડ કરી હતી.
ચથો દરોડો જામનગરના દિ.પ્લોટ 49 રોડ પરથી પસાર થતાં હીરેન ઉર્ફે હીરો રમેશ દોડીયા નામના શખ્સને સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી રૂા. 500ની કિંમતની દારુની બોટલ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.