જામનગર જીલ્લા પોલીસ દ્વારા દારૂ વહેચતા શખ્સો વિરુધ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલના રોજ જામજોધપુર પોલીસે આબંલીફળીમાં રહેતા શખ્સના રહેણાંક મકાને દરોડો પાડતા દારૂની 22 બોટલ મળી આવતા આરોપીની ધરપકડ કરી હતી. પુછપરછમાં દારૂની સપ્લાય કરનાર જુનાગઢના શખ્સનું નામ સામે આવતા તેની તપાસ હાથ ધરી પોલીસે 11000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય દરોડો જેમાં જામનગરના હીરજી મિસ્ત્રી રોડ નજીક રહેતા એક શખ્સના રહેણાંક મકાનેથી દારૂની 4 બોટલ જપ્ત કરી પોલીસે ફરારી આરોપીની તપાસ હાથ ધરી ગુન્હો નોંધ્યો હતો.
જામજોધપુર તાલુકાના આંબલી ફળીમાં રહેતા નવાઝ ઉર્ફે બાઠીયો સુલેમાનભાઈ રાવકરડા નામના શખ્સના રહેણાંક મકાને પોલીસે દરોડો પાડતા ત્યાંથી દારૂની 22 બોટલ મળી આવતા રૂ.11000ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઇ તેની પૂછપરછ કરતા જુનાગઢ રહેતો રાજુભાઈ રબારી નામનો શખ્સ દારૂની સપ્લાય કરતો હોવાનું સામે આવતા તેની તપાસ હાથ ધરી જામજોધપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય દરોડો જેમાં જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ, પારસ એપાર્ટમેન્ટમાં રહેતા દીપક ઉર્ફે દીપુ સરગમ ગોવિંદભાઈ ખીચડાના મકાને દરોડો પાડતા દારૂની 4 બોટલ મળી આવતા સીટી એ ડીવીઝન પોલીસે ફરારી આરોપીની તપાસ હાથ ધરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.