Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર માંથી 1 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

જામનગર માંથી 1 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

પોલીસે રોકડ સહીત 82000નો મુદ્દામાલ કબજે કર્યો : બે આરોપી ફરાર

- Advertisement -

જામનગર શહેર પોલીસ દ્રારા ગઈકાલના રોજ વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન દરબારગઢ, સૈયદ ફળીમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાને દરોડો પાડતા તેના ઘરમાંથી વહેચાણ અર્થે રાખેલ 1 કિલો 250ગ્રામ ગાંજો  તેમજ રૂ.59550ની રોકડ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પુછપરછ કરતા બે આરોપીઓના નામ સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી ત્રણે વિરુધ ગુન્હો નોંધી કામગીરી હાથ ધરી હતી. જામનગર શહેર પોલીસ દ્રારા ગઈકાલના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમીયાન  દરબારગઢ, રંગુનવાલા હોસ્પિટલ પાસે, સૈયદ ફળીમાં રહેતા ઇમરાન હનીફ કુમાર સમા નામનો શખ્સ ગાંજો વહેચતો હોવાની બાતમીના આધરે પોલીસે દરોડો પાડ્યો હતો. તે દરમિયાન શખ્સના મકાનમાંથી 1 કિલો 250 ગ્રામ ગાંજો જેની કિંમત રૂ.12500 તથા રૂ.69550ની રોકડ તેમજ રૂ,50ની કિંમતના સ્ટીલના ડબ્બા મળી કુલ રૂ.82100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેની પૂછપરછમાં હનીફ ઉર્ફે હનફો ચોર આમદભાઈ સમા અને સોહિલ હનીફભાઈ સમા નામના બે શખ્સો ગાંજો વેચાણ કરવા માટે લાવ્યા હોવાનું નામ સામે આવતા પોલીસે ફરારી બંને આરોપીઓની તપાસ હાથ ધરી ત્રણે વિરુધ સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં NDPS એક્ટની કલમ 20(બી), 8(સી) તથા 29 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular