પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી આપનારા શખ્સની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગત રાત્રે સલમાન નામના શખ્સે પોલીસને કોલ કરીને પીએમ મોદીને મારી નાંખવાની ધમકી આપી હતી. 22 વર્ષના આ આરોપીની દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પહેલાથી કેસ નોંધાયેલો છે અને બેલ પર જેલમાંથી બહાર આવ્યો છે. ગયા વર્ષે પણ એક શખ્સની થઈ હતી ધરપકડ આરોપીએ શરૂઆતની પૂછપરછમાં જણાવ્યું કે જેલ જવા માટે કોલ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે નવેમ્બરમાં પણ એક વ્યક્તિએ દિલ્હી પોલીસને ફોન કરીને પીએમ નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને દિલ્હીથી ઝડપ્યો હતો. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું કે શખ્સ દારૂના નશામાં હતો અને નશામાં જ તેણે પોલીસને કોલ કર્યો હતો.