જન્મથી મૃત્યુ સુધી વૃક્ષોએ માનવજીવનનો એક હિસ્સો છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. ત્યારે જામનગરની “અપૂર્ણવીરામ” ટીમ દ્રારા માનવ સંસ્કૃતિ આગામી સમયમાં પ્રદુષણથી ન ઘેરાય જાય તે માટે 2મે આવતીકાલ રવિવારના રોજ એક પગલું પ્રકૃતિ તરફ ઉઠાવી વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તો ચાલો તેના આ પ્રકૃતિ અને માનવહિતના કાર્યમાં આપણે સૌ સહભાગી થઇએ.
“અપૂર્ણવિરામ” ટીમના વિવેક ભદ્રા સહીત ટીમ અને તેનાવ્યૂઅર્સ દ્રારા 2મે રવિવારના રોજ પોતાના ઘરે આંગણામાં કે કુંડામાં લીમડાનું કે અન્ય વૃક્ષ વાવીને વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવશે. તેમજ તેમના આ કાર્યમાં સૌ કોઈ લોકોએ સહભાગી થઇ પોતાના આંગણે કે કુંડામાં એક વૃક્ષ વાવીને તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેયર કરી અન્ય લોકોને પણ પ્રોત્સાહન આપવા માટે જણાવવામાં આવ્યું છે.
ખબર ગુજરાત પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે આવતીકાલે આપણે સૌ એક વૃક્ષ વાવી અને સોશિયલ મીડિયામાં apurnaviram (Instragram / Facebook) ને ટેગ કરી “એક સંકલ્પ, એક વૃક્ષ” નિયમ બનાવી, ચાલો આપણે એક વૃક્ષ જરૂરથી ઉછેરીએ અને વધુમાં વધુ લોકોને આ મેસેજ પહોચે તે કાર્ય કરીએ.