જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં વસવાટ કરતા કિરણભાઈ કારાભાઈ વાઘેલા નામના યુવાનને આરોપીઓ કેશુ ખીમજી વાઘેલા તથા જગદીશ ખીમજી વાઘેલા સાથે અગાઉનું જુનુ મનદુ:ખ હોય અને તેના કારણે વારંવાર બંને પક્ષે માથાકૂટો થયા કરતી હતી. તે દરમિયાન ગત તા.20/02/2023 ના રોજ યુવાન કિરણભાઈ વાઘેલા તેમના મિત્રના દિકરાને સ્કૂલે મૂકવા મોટરસાઈકલ ઉપર જવા નિકળેલ હતાં ત્યારે ભીમવાસના ઢાળિયા પાસે બે સગા ભાઈઓ જગદહીશ ખીમજી વાઘેલા અને કેશુ ખીમજી વાઘેલાએ તલવાર અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો વડે કિરણભાઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં મુખ્ય આરોપી જગદીશ ખીમજી વાઘેલાએ ઈજા પામનાર કિરણણભાઈને માથાના ભાગે તલવારના બે ઘા મારી દેતા ઈજા પામનાર (ફરિયાદી) ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલ અને તેને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.
આ અંગે ફરિયાદ ઈજા પામનારે હોસ્પિટલના બિનાછેથી લખાવતા બે સગાભાઈઓ જગદીશ અને કેશુ ખીમજી વાઘેલા વિરૂધ્ધ ઈપીકો કલમ 307, 326 વિગેરે અન્વયેનો કેસ નોંધાયેલ હતો અને બંનેની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
આરોપી પૈકી મુખ્ય આરોપી જગદીશ ખીમજી વાઘેલાએ જામીન મુકત થવા માટે તેમના વકીલ કિરણભાઈ બગડા મારફતે મુખ્ય સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સુભદા બક્ષી એ મુખ્ય આરોપી જગદીશ ખીમજી વાઘેલાને જામીન મુકત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફે વકીલ કિરણભાઈ બી. બગડા, જયન ડી. ગણાત્રા તથા હેલ્પીંગમાં ટ્રેઈની પાર્થ કિરણભાઇ બગડા રોકાયા હતાં.