Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દેરાસરોમાં સાદગીથી મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરાઈ

જામનગરના દેરાસરોમાં સાદગીથી મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરાઈ

- Advertisement -

આજે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે, ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પર મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવે છે, ભગવાન મહાવીરને વીર, વર્ધમાન, આત્વીર અને સનમતીના નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને આજે જામનગરના ડીકેવી પાસે આવેલ  ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક દિવસની પેલેસ દેરાસર ખાતે સાદગીથી ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આજે રોજ દેરાસરમાં સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમોને ધ્યાનમાં રાખીને મહાવીર જન્મ કલ્યાણક દિવસની ઉજવણી થઇ રહી છે.

- Advertisement -

ભગવાન મહાવીર જૈન ધર્મના 24 મા અને છેલ્લા તીર્થંકર હતા. તેનો જન્મ 599 ઈસા પૂર્વ બિહારમાં લિચ્છવી રાજવંશના વૈશાલીના કીચલપુરમાં થયો હતો. તેમના પિતા મહારાજ સિદ્ધાર્થ અને માતા મહારાણી ત્રિશલા હતા. તેમના બાળપણનું નામ વર્ધમાન હતું. એમ કહેવામાં આવે છે કે તેમના જન્મ પછી રાજ્યનો ઝડપથી વિકાસ થયો, જેના કારણે તેનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. જૈન ધર્મના અનુયાયીઓ માને છે કે ભગવાન મહાવીરે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને તેમણે ઇન્દ્રિયોને વશમાં કરી હતી, જેના કારણે તેમને જિન નામ પણ આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular