આગામી રવિવાર તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.
આગામી રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે દ્વારકાના ગોમતી ઘાટ ખાતે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મહા આરતીમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505, જિલ્લા સંગઠનના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં યાત્રાળુઓ તેમજ શ્રદ્ધાળુઓએ જોડાઈને ધન્યતા અનુભવી હતી.
તારીખ 23 સુધી સાંજે સાત વાગ્યે ગોમતી ઘાટ ખાતે મહા આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને જિલ્લા પ્રશાસન તમામ રીતે સક્રિય અને સાબુદ બની રહ્યું છે.