Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરએમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં ટીબી લગત તાલિમ અપાઇ

એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં ટીબી લગત તાલિમ અપાઇ

પ્રથમ વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટના 180 વિદ્યાર્થીઓ જોડાયા

- Advertisement -

વર્ષ 2025 સુધીમાં ટી.બી.ને દેશમાંથી નાબૂદ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા ટી.બી.ના નેશનલ પ્રોગામની કામગીરી વખતો-વખત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના તમામ તબીબી શિક્ષકો અને વિધાર્થીઓને તાલીમબદ્ધ કરવાના હેતુસર સમયાંતરે આ માટેની વિશેષ તાલીમનું આયોજન એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે યોજવામાં આવે છે.

- Advertisement -

જે અંતર્ગત સંસ્થાના પ્રથમ વર્ષના તમામ પોસ્ટ ગ્રેજ્યુએટના 180 જેટલા વિધાર્થીઓને ટી.બી. લગત તમામ જરૂરી તાલીમ એમ.પી.શાહ સરકારી કોલેજના રેસ્પીરેટરી મેડીસીન વિભાગ અને ઉઝઈ (ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર)ના સંયોજનમાં આપવામાં આવી હતી. જેમાં તબીબી વિદ્યાર્થીઓને ટીબીને લગતી તમામ પ્રકારની માહિતીથી વાકેફ કરાવાયા હતા.આ તાલીમમાં ટીબી બીમારી વિશેના તજજ્ઞોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular