Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચંદ્રગ્રહણ ઈફેકટ : ભગવાનના દર્શન બંધ - VIDEO

ચંદ્રગ્રહણ ઈફેકટ : ભગવાનના દર્શન બંધ – VIDEO

- Advertisement -

આજે કારતક સુદ પૂનમના ચંદ્રગ્રહણ હોવાના કારણે જામનગરના લગભગ તમામ મંદિરો દર્શન માટે બંધ રહ્યા હતાં. દરરોજ દર્શન માટે આવતાં દર્શનાર્થીઓએ બંધ કપાટના દર્શન કર્યા હતાં. ભારતમાં ચંદ્રગ્રહણના કારણે સુતક લાગતું હોવાનું માન્યતા છે. ત્યારે આજે વર્ષનું સૌપ્રથમ ચંદ્રગ્રહણ હોવાથી છોટીકાશી જામનગર સહિત ગુજરાતના મોટાભાગના મંદિરો બંધ રહ્યા હતાં. જામનગરના સુપ્રસિધ્ધ બાલાહનુમાન સંકિર્તન મંદિર, હજારેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના અનેક મંદિરોમાં કપાટ બંધ રહ્યા હતાં. બાલા હનુમાન મંદિરમાં ચંદ્રગ્રહણને ધ્યાને લઇ દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો. સવારે 7 વાગ્યે આરતી થયા બાદ નિજમંદિર 8 વાગ્યાથી બંધ રહ્યું હતું. જે સાંજે સંધ્યા આરતી 8:30 પછી થશે. અહીં ચાલતી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન પામેલ અખંડ રામધૂન ચાલુ રહી હતી. સુતક દરમિયાન ધાર્મિક માન્યતાઓનું પાલન કરી મંદિરો બંધ રાખી રાત્રીના મંદિરના સુધ્ધિકરણ બાદ દર્શન ફરી શરુ થશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular