Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતLRD ભરતી: ગુજરાતની ભરતી પ્રક્રિયામાં સૌથી કલંકિત ભરતી !

LRD ભરતી: ગુજરાતની ભરતી પ્રક્રિયામાં સૌથી કલંકિત ભરતી !

પોણાં ચાર વર્ષથી ચાલી રહી છે ભરતી પ્રક્રિયા: હજુ પણ વેઇટીંગ લિસ્ટ બનાવ્યું નહીં

- Advertisement -

ગુજરાત પોલીસની લોક રક્ષક દળની 12,198 જગ્યાઓેની ભરતીમાં તાલિમને અંતે માત્ર 10,700 જ ઉમેદવારો મળ્યા છે. પોણા ચાર વર્ષથી ચાલતી LRD ભરતી પ્રક્રિયામાં ભરતી બોર્ડે પસંદ કરેલા 1,498 ઉમેદવારો સાંપ્રત સમયે હાજર જ થયા નથી.

બીજી તરફ અગાઉ ભરતીને અંતે ખાલી રહેલી જગ્યાઓ ઉપર વેઈટિંગ અર્થાત પ્રતિક્ષા યાદીથી ભરવાનું એલાન કરનાર સરકારે કોઈ જ વેઈટિંગ ઓપરેટ કર્યુ નથી. આથી, કટ ઓફ મેરિટે અટકેલા સેંકડો ઉમેદવારોની યુવાની વેડાફઈ રહ્યાની લાગણી પ્રવર્તી છે.

પેપર લિકેજકાંડ, સામાન્ય વહિવટ વિભાગના 1લી ઓગસ્ટ 2018ના ઠરાવ સામે મહિલા ઉમેદવારોના આંદોલનને કારણે 15 ઓગસ્ટ 2018ના રોજ જાહેર થયેલી LRD ભરતી ગુજરાત સરકારના વહિવટી તંત્રમાં સૌથી વધુ કલંકિત ભરતી પ્રક્રિયા તરીકે જાણિતી છે. ગુજરાત સરકારમાં વર્ગ-3ની અન્ય ભરતીઓની જેમ LRDમાં પણ 20 ટકા વેઈટિંગ ઓપરેટ કરવા સરકારે જાહેર કર્યુ હતુ.

જો કે, પાછળથી તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગુજરાત પ્રવાસ પૂર્વે આંદોલનને ઠારવા મહિલા ઉમેદવારો સાથે સમાધાન કર્યા બાદ સરકાર જીદે ચઢી હોય તેમ પ્રતિક્ષા યાદી માટે ‘કભી હા કભી ના’ જેવો ખેલ શરૂ થયો છે, દોઢ વર્ષથી સેંકડો પુરૂષ ઉમેદવારો રાહ જોઈ રહ્યા હોવા છતાંયે સરકાર કોઈ ફોડ પાડતી નથી.

10 લાખથી વધારે ઉમેદવારો સાથે મુળ 9,713ની ભરતીમાં ડિસેમ્બર-2018માં પેપર લિક થયા બાદ જાન્યુઆરી- 2019માં ફરીથી પરીક્ષા થઈ ત્યારે 9,713માંથી 8,135 ઉમેદવારનું મેરીટ જાહેર કરાયુ હતુ જીએડીના ઠરાવને કારણે મહિલાઓ માટે 1,578નું મેરિટ પેન્ડિંગ રાખાયુ હતુ. પાછળથી એક વર્ષ ચાલેલા આંદોલન બાદ જાન્યુઆરી- 2020માં સરકારે 2,485 સુપરન્યુમરી જગ્યા વધારવાનો નિર્ણય કર્યો હતો.

કોરોના કાળમાં પંસદ થયેલામાંથી 10,700 ઉમેદવારોએ જૂનાગઢ, વડોદરા, કરાઈ સહિતની તાલિમ શાળામા ટ્રેઈનિંગ લીધી છે. આથી, બાકીની જગ્યાઓ માટે વેઈટિંગ ઓપરેટ કરવા માંગણી ઉઠી છે. પોલીસ ભરતી સાથે જોડાયેલા IPSનો સંપર્ક કરતા તેમણે સરકારમાંથી સુચના મળ્યેથી નિર્ણય થશે એમ કહ્યુ હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular