Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસાઉદી અરબ ભાવ ઘટાડે તો જ એલપીજીની કિંમત ઘટે

સાઉદી અરબ ભાવ ઘટાડે તો જ એલપીજીની કિંમત ઘટે

- Advertisement -

એલપીજી ગેસ સિલિન્ડરના વધતા ભાવ ઘણી વખત લોકોના ઘરનું બજેટ બગાડી નાંખે છે. લોકો લાંબા સમયથી ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય છે તો લોકો માટે મોટી રાહત થઈ શકે છે. આ દરમિયાન એલપીજી સિલિન્ડર વિશે મોટી માહિતી સામે આવી રહી છે. ખરેખરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણની કિંમત ઓછી થાય છે તો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

- Advertisement -

તેમણે ધ્યાન દોર્યું હતું કે જો ઈંધણની આંતરરાષ્ટ્રીય કિંમત પ્રતિ મેટ્રિક ટન 750ના વર્તમાન કિંમતથી નીચે આવે તો સ્થાનિક એલપીજી સિલિન્ડર ‘વધુ પોસાય તેવા દરે’ વેચી શકાય છે. ગુરુવારે લોકસભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો સાથે અનેક મુદ્દાઓ ઉભા થયા હતા. ગેસ સિલિન્ડરની કિંમતો અંગે તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કિંમત ‘વિવિધ પરિબળો’ દ્વારા નક્કી કરવામાં આવે છે. લોકસભામાં ઘરેલું એલપીજીના ભાવ અંગે ડીએમકેના સાંસદ કલાનિધિ વીરસ્વામીના પ્રશ્ર્નના જવાબમાં પુરીએ જણાવ્યું હતું કે સરકાર ગ્રાહકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે, ખાસ કરીને સૌથી સંવેદનશીલ વર્ગના લોકો માટે. પુરીએ કહ્યું કે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર (14.2 કિગ્રા)ની છૂટક વેચાણ કિંમત (આરએસપી) રૂ. 1053 છે.

સાઉદી અરેબિયામાં ગેસના ભાવમાં 330 ટકાથી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે પરંતુ સરકારે તેની સરખામણીમાં રાંધણ ગેસના ભાવમાં ખૂબ જ ઓછો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં જો સાઉદી અરેબિયામાં ગેસના ભાવમાં ઘટાડો થશે તો તેની અસર દેશમાં ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર પર પણ જોવા મળશે. મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે પહેલાના સમયમાં દરેક વ્યક્તિને ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ હવે ગેસ સિલિન્ડર પરની સબસિડી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ગેસ સિલિન્ડર પર સબસિડી શરૂ થશે તો કોને મળશે? તમને જણાવી દઈએ કે જો આવું થશે તો સરકાર સૌથી પહેલા ગરીબ લોકોને ગેસ સિલિન્ડર પર સબસિડી આપવાનું શરૂ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular