Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકોરોના ના કારણે, ગુજરાતને નુકસાની !

કોરોના ના કારણે, ગુજરાતને નુકસાની !

- Advertisement -

કોરોના અને લોકડાઉન ગુજરાતને ખુબ જ નડયા છે. એક તરફ રાજયની આવકમાં ઘટાડો નોંધાયો હતો અને બીજી તરફ કેન્દ્ર દ્વારા જે ટેકસ હિસ્સો ગુજરાતને ફાળવવામાં આવે છે. તેમાં રાજયને તોતિંગ રકમ ઓછી મળી છે.

- Advertisement -

સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારના 2020-21ના બજેટમાં ગુજરાતને ટેકસ હિસ્સા તરીકે રૂા. 26,661.7 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.ત્યાર પછી કેન્દ્ર સરકારે કોરોના-લોકડાઉનના કારણે બજેટ આકરી રીતે રિવાઇઝ કરી આંકડાઓ નાના કરવા પડયા જેના કારણે ગુજરાતને વર્ષ 2020-21 દિલ્હીથી માત્ર રૂા.18,679.4 કરોડ મળશે. રૂા.7,972 કરોડની આ અંદાજીત આવક ઘટના કારણે ગુજરાત સરકારનો ખર્ચમાં સ્વાભિવક રીતે જ હાથ બંધાઇ ગયો.

બીજીબાજુ ગુજરાત સરકારે રાજયના ગ્રામ્ય વિસ્તારોને વર્ષ 2020-21 દરમ્યાન જે ગ્રાન્ટ આપવાનું નકકી કર્યુ હતું. તેમાં રૂા.833 કરોડનો કાપ મુકવો પડયો છે. એ જ રીતે જામનગર સહિતના શહેરોને રાજય સરકાર પાસેથી ગ્રાન્ટના સ્વરૂપમાં 2020-21 દરમ્યાન જે નાણાં મળવાના હતાં તેમાં રૂા.375 કરોડની ઘટ આવી છે. જેના પરિણામે વર્તમાન નાણાંકિય વર્ષમાં ગુજરાતમાં શહેરો અને ગ્રામ્યવિસ્તારોમાં જે વિકાસ કામો કરવાનો સ્થાનિક સંસ્થાઓએ અંદાજ બાંધ્યો હતો. તેને બે્રક લાગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular