Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરકષ્ટભંજન હનુમાન મંદિરે લોકડાયરો યોજાયો - VIDEO

કષ્ટભંજન હનુમાન મંદિરે લોકડાયરો યોજાયો – VIDEO

સાંસદ, કૃષિમંત્રી, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

જામનગરમાં આજરોજ હનુમાન જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હનુમાન જયંતિ ઉત્સવ અંતર્ગત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિર ટ્રસ્ટીઓ તેમજ હનુમાન જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા લોકડાયરાનું ગઇકાલે રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટીઓ તથા હનુમાન જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઇકાલે રાત્રે ભવ્ય સંતવાણી તથા લોકડાયરો યોજાયો હતો. આ લોક ડાયરામાં લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, નારાયણભાઇ ઠાકર, પૂજાબા ચૌહાણ, અલ્પાબા ગઢવીએ લોક સાહિત્ય રજૂ કર્યું હતું. આ ઉપરાંત આજે સાંજે 5 વાગ્યે બટુક ભોજન તેમજ સાંજે 6 વાગ્યે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ લોકડાયરામાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, વોર્ડ નં. 2ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, અગ્રણી મિહીરભાઇ કાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular