Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરલોક સરકાર જામનગર દ્વારા કોવિડ દર્દીઓ માટે ઓશવાળ હોસ્પિટલ શરૂ કરવા માંગણી

લોક સરકાર જામનગર દ્વારા કોવિડ દર્દીઓ માટે ઓશવાળ હોસ્પિટલ શરૂ કરવા માંગણી

- Advertisement -

જામનગરમાં કોરોના સંક્રમણના વધારાને ધ્યાનમાં લઇ ઓશવાળ હોસ્પિટલને ચાલુ કરી કોવિડ દર્દીઓ માટે સુવિધા ઉભી કરવા લોકસરકાર જામનગર દ્વારા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે, જામનગરમાં કોરોના મહામરીનું સંક્રમણ ફેલાય રહ્યું છે. સાથે દર્દીઓની સંખ્યા અને મૃતકોનું સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. પરિસ્થિતિને કાબુ લેવા માટે પૂરતી વ્યવસ્થા અને સુવિધા જરૂરી છે

ત્યારે જામનગરમાં ઓશવાળ હોસ્પિટલ જે દિગ્વિજય પ્લોટ પોલિસ ચોકી પાસે આવેલ હોસ્પિટલ હાલ બંધ હાલતમાં છે. જો ત્યાં કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવે તો અંદાજે 400 થી વધુ દર્દીઓ ને સારવાર આપી શકાય તેમ છે એમ્બ્યુલ્સની લાંબી લાઈનો લાગે છે તે તમામ દર્દીઓ ને તાત્કાલિક સારવાર આપી શકાય અને કોરોના ને દર્દીઓ ને સારવાર પણ મળી રહે. આ અંગે તાત્કાલિક અસરથી નિર્ણય લઈ ઓશવાળ હોસ્પિટલ ચાલુ કરી ત્યાં ડોક્ટર, મેડિકલ સ્ટાફ, ઓક્સિજન, ઇન્જેક્શન, દવા અને જરુરી તમામ સુવિધા ઊભી કરી કાર્યરત કરવા જિલ્લા ઇન્ચાર્જ લોક સરકાર જામનગર જીગરભાઇ રાવલ તથા શહેર ઇન્ચાર્જ ચિરાગભાઇ ઝિંઝુવાડીયા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular