Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયખડગેના નિવેદન મુદ્દે લોકસભા સ્થગિત, રાજયસભામાં હોબાળો

ખડગેના નિવેદન મુદ્દે લોકસભા સ્થગિત, રાજયસભામાં હોબાળો

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખડગેના વાંધાજનક નિવેદનને લઈને આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. જ્યારે ભાજપે ખડગેની માફીની માંગ કરી હતી. જ્યારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમણે આ નિવેદન સંસદની બહાર આપ્યું હતું. ખડગે પર પ્રહાર કરતા બીજેપી નેતા પીયૂષ ગોયલે કહ્યું કે તેમને સંસદમાં રહેવાનો કોઈ હક નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસના કારણે જમ્મુ- કાશ્મીરની આવી હાલત થઈ છે. ગોયલે વધુમાં કહ્યું કે ગઈકાલે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અભદ્ર ભાષણ આપ્યું હતુ. તેમણે જે રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પાયાવિહોણી વાતો કહી અને દેશની સામે ખોટી વાતો રજુ કરવાના પ્રયાસ કર્યા હતા, હું તેની નિંદા કરું છું. ગોયલે માફી માગવાની માંગ કરી હતી. રાજસ્થાનના અલવરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે દેશને આઝાદી અપાવી અને દેશની એકતા માટે ઈન્દિરા અને રાજીવ ગાંધીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપ્યો, તમે શું કર્યું?

- Advertisement -

શું તમારા ઘરમાં કોઈએ કોઈએ બલિદાન આપ્યું છે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ચીનના આક્રમક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાક છીએ પરંતુ સરકાર ચર્ચા માટે તૈયાર નથી. તે બહારથી સિંહની જેમ વાત કરે છે પરંતુ ખરેખરમાં તે ઉંદરની જેમ ચાલ ચાલે છે. અમે દેશની સાથે છીએ પરંતુ સરકાર માહિતી છુપાવી રહી છે.

ચીન મુદ્દે ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે, રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો હજુ પણ ચાલુ છે. સંસદના શિયાળુ સત્ર પહેલા આજે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular