ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા બેટ દ્વારકા ખાતે પીએસઆઈ દેવ વાંઝાની અધ્યક્ષતામાં વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગેર કાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનું ધીરાણ કરવાની પ્રવુતિ અટકાવવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેટ દ્વારકા વિસ્તારના બહોળી સંખ્યામાં વેપારી ભાઈઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં સરકારના અભિયાનને તેમના સુધી જાહેર કરી અને તેમને આ બાબતે કોઈપણ ફરિયાદ હોય તો ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરી વ્યાજખોરો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવશે તેની તમામને લોક દરબારમાં માહિતી આપવામાં આવી હતી.