Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારભાણવડ ખાતે પોલીસ દ્વારા લોન માર્ગદર્શન મેળાનું આયોજન

ભાણવડ ખાતે પોલીસ દ્વારા લોન માર્ગદર્શન મેળાનું આયોજન

ચાર લોકોને લોન આપવામાં આવી

સરકારના માનવ અભિગમીય અને વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવાના ભાગરૂપે ભાણવડમાં પોલીસ દ્વારા લોન માર્ગદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખંભાળિયાથી પોલીસ અધિક્ષક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને વિવિધ બેન્ક ઓફિસર સહિત ભાણવડ પોલીસ સ્ટાફ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદબોધન પીએસઆઇ પી.ડી.વાંદાએ કર્યું હતું. આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે જણાવ્યું હતું કે લોકો ખાનગી માધ્યમોના બદલે બેંકો, સહકારી બેંકો પાસેથી લોન લેવી જોઈએ, એ અંગે કોઈ ગુંચ હોય તો પોલીસ મદદ કરવા તૈયાર છે. નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ એ પોલીસ અને વિવિધ બેન્કના સંકલનથી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ચાર જેટલા લાભાર્થીઓને પોલીસ અધિક્ષક પાંડેયના હસ્તે લોનના ચેકો વિતરણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular