લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) ગામમાં રહેતાં મહિલાના મકાનમાં સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂની આઠ બોટલો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના સ્મશાન પાસેના વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી ચાર બોટલ દારૂ મળી આવતા પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર તાલુકાના મેઘપર(પડાણા) ગામના તલાવડી વિસ્તારમાં રહેતાં આશાબેન ચંડીદાન મારૂ નામના મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.4 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની આઠ બોટલ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી મહિલાની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગરના સ્મશાન પાસે આવેલા નાગેશ્ર્વર રોડ પર રહેતાં કિશન મનસુખ મકવાણાના મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ દરમિયાન તલાસી લેતા રૂા.4800 ની કિંમતની 12 બોટલ દારૂ મળી આવતા કિશનની અટકાય કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં વિમલ સિંધીની સંડોવણી ખુલ્લી હતી. જેથી એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.