Friday, December 27, 2024
Homeરાજ્યહાલારદ્વારકા તાલુકામાં ચાર સ્થળોએ દારૂના દરોડા

દ્વારકા તાલુકામાં ચાર સ્થળોએ દારૂના દરોડા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસે શનિવારે વિદેશી દારૂ સામે કરેલી કાર્યવાહીમાં જુદા-જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

- Advertisement -

દ્વારકાના શામળાસર વિસ્તારમાં એલસીબી વિભાગના એએસઆઈ સજુભા જાડેજા તથા હેડ કોસ્ટેબલ જેસલસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જગદીશભા જીવણભા માણેકના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આ મકાનના ફળિયામાં ખાડો ખોદી અને માટીની હેઠળ સંતાડીને રાખવામાં આવેલી પરપ્રાંતિય શરાબની 107 બોટલ પોલીસે કબજે કરી હતી.

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 42,800 ની કિંમતના દારૂ સાથે જગદીશભા માણેક તેમજ અન્ય એક આરોપી ડુંગરભા અરજણભા માણેકની પણ અટકાયત કરી, ચેકિંગ કરતા ડુંગરભા માણેક (રહે. ધીણકી, તા. દ્વારકા) પાસેથી એક છરી મળી આવી હતી. તેથી તેની સામે અલગથી ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી હતી. આરોપી ડુંગરભા માણેક દ્વારકા તથા સલાયા પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો હોવાનું પણ જાહેર થયું છે.

- Advertisement -

આ પ્રકરણમાં અન્ય બે આરોપી કરમણ જગા કોડીયાતર (રહે. રાણપર, તા. ભાણવડ) તથા ધનો રબારી નામના બે શખ્સોના નામ પણ ખુલવા પામ્યા છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બીજા દરોડામાં હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાની બાતમીના આધારે દ્વારકા તાલુકાના શામળાસર ગામની મેંદરડા સીમ વિસ્તારમાંથી પોલીસે વિજયભા કરમણભા માણેક નામના શખ્સના રહેણાંક મકાનમાંથી રૂપિયા 4,800 ની કિંમતની 12 બોટલ દારૂ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં જગદીશભા જીવણભા માણેકનું નામ પણ ખુલવા પામ્યું છે.

- Advertisement -

ત્રીજા દરોડામાં દ્વારકા તાલુકાના ગોરીંજા ગામે રહેતા દેવુભા હોથીભા કેર નામના શખ્સે પોતાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં કબાટમાં સંતાડીને રાખેલી રૂપિયા 10,800 ની કિંમતની 27 બોટલ એલસીબી પોલીસે કબજે કરી હતી.

ઉપરોક્ત ત્રણેય બનાવમાં આરોપીઓનો કબજો તથા મુદ્દામાલ દ્વારકા તથા ઓખાની સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટિયા, અરજણભાઈ મારુ, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા, ડાડુભાઈ જોગલ, હસમુખભાઈ કટારા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ છૂછર, દેવાભાઈ મોઢવાડિયા, સચિનભાઈ નકુમ, અરજણભાઈ આંબલીયા તથા મેહુલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે ઓખા મંડળમાં સ્થાનિક પોલીસ દ્વારા ગત રાત્રે વિદેશી દારૂ અંગેની કાર્યવાહીમાં ગાંધી નગરી ભુંંગા વિસ્તારમાં રહેતા ભાવેશભા બાલુભા માણેક નામના વીસ વર્ષના હિન્દુ વાઘેર શખ્સના કબજામાંથી વિદેશી દારૂની પાંચ બોટલ ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular