Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં જુદાં-જુદાં ચાર સ્થળે દારૂ અંગે દરોડા

જામનગર શહેર-જિલ્લામાં જુદાં-જુદાં ચાર સ્થળે દારૂ અંગે દરોડા

- Advertisement -

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામથી માંડાસણ ગામ તરફ જતાં માર્ગ પરથી શેઠવડાળા પોલીસે બાઈકસવાર બે શખ્સોને આંતરીને તેની પાસેથી દારૂનોજથ્થો અને મોબાઇલ ફોન સહિતના 21500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જામનગરમાં પાછલા તળાવ પાસેથી પોલીસે શખ્સને દારૂની બોટલો સાથે ઝડપી લીધો. હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામથી માંડાસણ ગામ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા જીજે-10-સીઓ-6076 નંબરના બાઈકને શેઠવડાળા પોલીસે આંતરીને તલાસી લેતા કરણસિંહ ઉર્ફે કરણ ખુમાનસિંહ જાડેજા અને ઈલિયાસ ઈકબાલ નોયડા નામના બે શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી દારૂની બોટલ મળી આવતા પોલીસે રૂા.15000 ની કિંમતની બાઈક અને મોબાઇલ ફોન તથા દારૂ મળી કુલ રૂા.21,500 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરમાં પાછળા તળાવના રોડ પાસેથી પસાર થતા મિલન ઉર્ફે બતક જેન્તી જોઈસર નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 6 બોટલો મળી આવતા પોલીસે મિલનની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના 58 દિ.પ્લોટમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે મથુરાદાસ મંગલદાસ માવ નામના શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવી હતી તેમજ 49 દિ.પ્લોટ વિસ્તારમાંથી પસાર થતા હર્ષ સુરેશ પાણખાણીયા નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવતા પોલીસે હર્ષની અટકાયત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular