Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં પાંચ સ્થળોેએ દારૂ અંગેના દરોડા

જામનગર શહેર-જિલ્લામાં પાંચ સ્થળોેએ દારૂ અંગેના દરોડા

શંકરટેકરીમાંથી 36 બોટલ દારૂ અને રીક્ષા સાથે શખ્સ ઝબ્બે : ખંભળિયા નાકા પાસે કારમાં દારૂ લઇ જતો શખ્સ ઝડપાયો : કાલાવડમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં શંકરટેકરી ઈદગાહ દરગાહ નજીકથી સીટી સી ડીવીઝન પોલીસે રીક્ષાને આંતરી તલાસી લેતા તેમાંથી રૂા.18,000 ની કિંમતની 36 બોટલ દારૂ મળી આવતા પોલીસે રૂા.1.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના ખંભાળિયા નાકા પાસેથી કારમાં પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા કારમાંથી દારૂની 24 બોટલ મળી આવતા શખ્સની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગરના શંકરટેકરી ઈદગાહ પાસેથી રીક્ષામાં દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની હેકો જાવેદ વજગોળ, પો.કો. ખીમશી ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ પી.એલ. વાઘેલા, પીએસઆઈ વી.એ. પરમાર, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણભાઈ સદાદીયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજા તથા હર્ષદભાઈ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબની જીજે-10-ટીઝેડ-0930 નંબરની રીક્ષાને આંતરીને તલાસી લેતા રીક્ષામાંથી રૂા.18,000ની કિંમતની ઈંગ્લીશ દારૂની 36 બોટલો મળી આવતા પોલીસે રીક્ષાચાલક અકરમ ઉર્ફે અકુડો ગફાર ઓડીયા નામના શખ્સને રીક્ષા અને દારૂનો જથ્થો મળી રૂા.1.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી

બીજો દરોડો, જામનગરના ખંભાળિયા નાકા પાસેથી પસાર થતી જીજે-10-એસી-2373 નંબરની કારને પીએસઆઈ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.12 હજારની કિંમતની 24 બોટલ દારૂ મળી આવતા પોલીસે યશપાલસિંહ ઉર્ફે ગડિયો નરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને રૂા.1.12 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા રૂા.4000 ની કિંમતની ઇંગ્લીશ દારૂની આઠ બોટલ અને રૂા.1100 ની કિંમતના 11 નંગ બીયરના ટીન મળી કુલ રૂા.5100 નો દારૂ-બીયરનો જથ્થો કબ્જે કરી પૃથ્વીરાજસિંહની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી. ચોથો દરોડો, કાલાવડમાં બાલંભડી નાકા પાસેથી પસાર થતા વીરાજ નીતિન વાદી નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેની થેલીમાંથી રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. પાંચમો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ મધુવન સોસાયટી પાસે રહેતા ભરત રવજી પરમાર નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular