જામનગર શહેરમાંથી પસાર થતી સેન્ટ્રો કારના ચોર ખાનામાં દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઉત્તરપ્રદેશના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધતા મહિલા સહિતના બે વ્યક્તિઓના નામ ખૂલ્યા હતાં.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં દિલ્હીથી ઈંગ્લીશ દારૂનો જથ્થો સેન્ટ્રો કારના ચોરખાનામાં લઇ આવવામાં આવતો હોવાની એલસીબીના ક્રિપાલસિંહ જાડેજા, કિશોરભાઈ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે લાલપુર રોડ પર મયુરગ્રીન નજીક વોચ ગોઠવી હતી.
દરમિયાન એલસીબીની ટીમે બાતમી મુજબની એચ આર 26 એવાય 0490 નંબરની સેન્ટ્રો કારને આંતરી લીધી હતી અને કારની તલાસી બાદ ચોરખાનામાંથી રૂા.90 હજારની કિંમતની 180 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા એલસીબીએ ઉત્તરપ્રદેશના ક્રિપાશંકર ઓમકારનાથ શર્મા (ઉ.વ.55) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.10500 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ અને બે લાખની કિંમતની સેન્ટ્રો કાર સહિત કુલ રૂા.300500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી હાથ ધરતા આ દારૂનો જથ્થો દિલ્હીથી લઇ આવ્યો હતો અને જામનગરના કિશાન ચોકમાં રહેતાં વિશાલ પ્રવિણ માવ અને આયુર્વેદ કેમ્પસવાળા આશુબા સોઢા દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની કેફિયત આપતા એલસીબીએ મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય બે શખ્સોની શોધખોળ આરંભી હતી.