Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરલ્યો બોલો, હવે ઇંગ્લીશ દારૂ કુરીયર દ્વારા ડીલેવરી થાય છે !!

લ્યો બોલો, હવે ઇંગ્લીશ દારૂ કુરીયર દ્વારા ડીલેવરી થાય છે !!

ડીલેવરી લેવા આવેલ શખ્સ પોલીસને જોઇ પલાયન : પોલીસે 74,500 ની કિંમતની દારૂની બોટલો અને કાર કબ્જે કરી : ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેર અને જિલ્લામાં દરરોજ ઠેક-ઠેકાણેથી પોલીસ દ્વારા રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવે છે. પરંતુ બુટલેગરો દ્વારા અવનવા આઈડિયાઓ દ્વારા દારૂ ઘૂસાડવાનો પ્રયાસ થતો રહે છે. શહેરમાં આવેલી કુરિયરની ઓફિસમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.74,500 ની કિંમતનો 139 બોટલ દારૂ અને કાર સહિતના મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં કુરીયર દ્વારા દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની પો.કો. જયદીપસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી એમ.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.પી.ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદિપસિંહ રાણા, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી, બળભદ્રસિંહ જાડેજા, હિતેશ મકવાણા સહિતના સ્ટાફે પીએન માર્ગ પર આવેલી એેરવેઝ કુરીયર ઓફિસમાંથી દારૂની ડિલેવરી લેવા આવેલા શખ્સોએ પોલીસને જોઇ કાર મૂકી નાશી ગયા હતાં. ત્યારબાદ પોલીસે પોલીસે ફિગો કારની તલાસી લેતા તેમાંથી રૂા.74,500 ની કિંમતની 139 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે દોઢ લાખની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.2,24,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરતા આ દારૂનો જથ્થો મુંબઇથી મહાવીર ઓટો પાર્ટસ પેઢીના નામે જામનગરના રમેશ ચંદ્રાના નામે દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. તેમજ આ કુરીયરની ઓફિસેથી દારૂ લેવા આવનાર જયેશ ચંદ્રા નામનો શખ્સ પોલીસને જોઇ કાર મૂકી પલાયન થઈ ગયો હતો. જેના આધારે પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular