Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ, છ સ્થળોએ દરોડા

જામનગર શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ, છ સ્થળોએ દરોડા

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-2 પાસેથી પસાર થતી કારને આંતરી તલાસી લેતા તેમાંથી રૂા.1,08,000 ની કિંમતની 216 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના સેટેલાઈટ સોસાયટીમાં શ્યામ રેસીડેન્સી વિસ્તારમાંથી પોલીસે 167 બોટલ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 138 બોટલ દારૂ અને 40 નંગ ચપલા મળી આવતા પોલીસે ગુનો નોંધી શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-2 માંથી દારૂના જથ્થા સાથે કાર પસાર થવાની એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો હરદેવસિંહ જાડેજા, પો.કો. સુમિત શીયારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીએસઆઈ જે.પી. સોઢા, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. સુમિતભાઈ શિયાર, મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી પસાર થતી એમએચ-04-ડીએન-2625 નંબરની સ્કવોડા કારની તલાસી લેતા તેમાંથી રૂા.1,08,000 ની કિંમતની 216 બોટલ દારૂ અને રૂા.2 લાખની કિંમતની કાર મળી કુલ રૂા.3,08,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા પોલીસે કિશોર શંભુ દામા નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં ભીખા ઉર્ફે ભીખુ માતરે પરસોતમ ગોરી નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના સેટેલાઈટ સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હેકો શૈલેષ ઠાકરીયા અને હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, હિતેશ સાગઠિયા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન શ્યામ રેસીડેન્સીમાં મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.83,500 ની કિંમતની 167 બોટલ દારૂ કબ્જે કરી જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબલી સામજી ખાનીયા નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હેકો ફૈઝલ ચાવડા અને પોકો ખીમશી ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, એન.બી. સદાદીયા, પો.કો. હર્ષદભાઈ પરમાર, ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની 138 બોટલ દારૂ અને 40 નંગ ચપલા મળી આવતા પોલીસે કુલ 73,000 ની કિંમતની દારૂની બોટલ અને ચપલા કબ્જે કરી દિપક લક્ષ્મણ પીલ્લાઈ નામના શખ્સની વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

ચોથો દરોડો, જામનગર શહેરના રણજીત રોડ પર ચૌહાણફળીમાં રહેતાં વિનોદ ભગવાનજી ચુડાસમા નામના શખ્સના મકાનમાંથી રેઈડ દરમિયાન સીટી એ ડીવીઝન પોલીસે રૂા.8000 ની કિંમતના 80 નંગ ચપલા મળી આવતા વિનોદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પાંચમો દરોડો જામનગર શહેરના મોહનનગર આવાસ બ્લોક નં.17 અને રૂમ નં.301 માં રહેતા વત્સલ હેમાંશુ વસા નામના શખ્સના મકાનમાં તલાસી લેતા સીટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.7400 ની કિંમતના 74 નંગ ચપલા સાથે વત્સલની અટકાયત કરી હતી.

- Advertisement -

છઠો દરોડો, જામનગરના કાલાવડનાકા બહાર ગુજરાતીવાડમાં પોલીસે શખ્સને આંતરવાનો પ્રયાસ કરતા શખ્સ નાશી ગયો હતો. બાદમાં પોલીસે રૂા.2500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ કબ્જે કરી યોગેશ ઉર્ફે ગરીયો લક્ષ્મણ પરમાર નામના શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular