Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતશીયાળાની રાત્રે લટાર મારવા નીકળેલ સિંહના ટોળાનો વિડીઓ સોશિયલ મીડિયામાં છવાયો

શીયાળાની રાત્રે લટાર મારવા નીકળેલ સિંહના ટોળાનો વિડીઓ સોશિયલ મીડિયામાં છવાયો

- Advertisement -

કહેવાય છે કે સિંહના ટોળા ન હોય પરંતુ કયારેક જ જોવા મળતા સિંહોના ટોળાનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં છવાયો  છે. આ વિડીઓ અમરેલીનો છે. સોશિયલ મીડિયામાં હાલ 17 સિંહના ગ્રુપનો જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે અમરેલી જિલ્લાની ખાંભા-તુલશીશ્યામ રેન્જના વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આ વિડીઓમાં જોઈ શકાય છે કે એકી સાથે નાના મોટા 17 જેટલા સિંહનું એક ગ્રુપ રાત્રીના સમયે રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યું છે. હજુ બે દિવસ પહેલા ગીરમાં બાળ સિંહોનો ફોટો વાયરલ થયો હતો. જેમાં બાળ સિંહો ખાટલા ઉપર અને નીચે આરામ કરતા જોવા મળ્યા હતા. ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. ત્યારે અમરેલીમાં લટાર મારવા નીકળેલા સિંહનો વિડીઓ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular