ભારતીય દવા નિયમનકારી સંસ્થા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ 20 રાજયોની 76 કંપનીઓની સમીક્ષા કર્યા બાદ બનાવટી દવાઓ બનાવવા માટે 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. સત્તાવાર સૂત્રોને ટાંકીને આ અંગેની માહિતી આપી હતી. અત્યાર સુધી નકલી દવાઓ બનાવવાના મામલે સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં હિમાચલ પ્રદેશની 70, ઉત્તરાખંડની 45 અને મધ્યપ્રદેશની 23 ફાર્મા કંપનીઓ સામેલ છે.
એજન્સી દ્વારા એક્સેસ કરાયેલી યાદી અનુસાર, જે કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમાંથી મોટાભાગની કંપનીઓ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં નોંધાયેલી છે. દેહરાદૂનમાં નોંધાયેલ હિમાલયા મેડિટેક પ્રાઇવેટ લિમિટેડનું લાયસન્સ 30 ડિસેમ્બર, 2022 ના રોજ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે 7 ફેબ્રુઆરીએ આ કંપનીના 12 ઉત્પાદનોના ઉત્પાદનની પરવાનગી પણ રદ કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના બદ્દી ખાતે આવેલી શ્રી સાઈ બાલાજી ફાર્માટેક પ્રાઈવેટ લિમિટેડને કારણ બતાવો અને સ્ટોપેજ નોટિસ જારી કરવામાં આવી હતી.