આકાશી વીજળીથી બચવાના ઉપાય જરૂર જાણી લેજો#lightening #thunderstorm #disasterpreparedness@MIB_India pic.twitter.com/jsoOY4fkvH
— DD News Gujarati (@DDNewsGujarati) July 10, 2024
હાલ ચોમાસાની સીઝનમાં વરસાદ સાથે-સાથે વીજળી પણ ઘણાં સ્થળો પર પડવાના બનાવો બનતા હોય છે ત્યારે ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા આકાશી વીજળીથી બચવાના ઉપાયોગને લગતો એક વીડિયો જાહેર કરાયો છે. જેમાં જણાવાયું છે કે જયારે વીજળી કળકતી હોય અને આસપાસ કોઇ છતના હોય ત્યારે બે કાન પર હાથ રાખીને નીચે જમીન પર બેસી અડીને જોડીને બેસવું હિતાવહ છે. વીજળી સામાન્ય રીતે ઉંચા વૃક્ષો, વીજળીના પોલ, વીજળીના તાર અને પાણી પર વીજળી પડવાનો વધુ ખતરો હોય છે જેથી તેનાથી દૂર રહેવું જોઇએ