કેન્દ્ર સરકારના નવા કાયદા મુજબ રજિસ્ટ્રેશન વગર વાહનનું વેચાણ કરનાર એ.કે. ઓટોમોબાઈલ્સ(અમદાવાદ) શો-રૃમના સંચાલક ગુલામ અકબર હાજી મહંમદ કીમશરવાલાને મેટ્રોપોલિટન કોર્ટે રૃ.10 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, સમાજ વ્યવસ્થા, લોકો અને પોતાની સલામતી માટેના કાયદાની જોગવાઈનો ભંગ કર્યો છે. આરોપીને પ્રોબેશન અંગે આપી સુધારાત્મક અભિગમ માટે વિચારી શકાય, પરંતુ આમ કરવાથી મોટર વ્હીકલ એકટની જોગવાઈનો અર્થ નહી રહે. આરોપીને પોતાની ભૂલનો અહેસાસ થાય અને ગુનાની સજા મળી રહે તેવો વ્યાજબી દંડ કરવામાં આવે તો સુધરવાની તક મળી રહેશે. પ્રસ્તુત કાયદામાં ર્વાષિક રોડ ટેકસ અથવા આજીવનના પંદર ગણા દંડની જોગવાઈ છે. ત્યારે આરોપીને ઓછો અને ન્યાયિક દંડ કરવો યોગ્ય જણાય છે. ગુજરાતમાં મોટર વ્હીકલ એકટની કલમ-192 (બી) (2), 41(1)ની જોગવાઈના ભંગ બદલ ખાડિયા પોલીસે પહેલી ફરિયાદ નોંધી હતી અને આરોપી દ્વારા કબૂલાત કરતા કોર્ટે પ્રથમ ચુકાદો આપ્યો છે. ખાડિયા પોલીસ દ્વારા એ.કે. ઓટોમોબાઈલ્સ શો-રૃમના સંચાલક ગુલામ અકબર હાજી મહંમદ કીમશરવાલા સામે મોટર વ્હીકલ એકટની કલમ-192 (બી) (2), 41(1)ની જોગવાઈના ભંગ બદલ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી દ્વારા કોર્ટમાં અરજી આપીને કાયદાનું અજ્ઞાાન હોવાથી ભૂલ થઈ ગઈ છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેમ જણાવ્યું હતું. આ પછી કોર્ટે આરોપીને દસ હજાર દંડ ફટકાર્યો હતો.
ખાડિયા પોલીસ દ્વારા રજિસ્ટ્રેશન વગર ગાડી ચલાવનાર શફી ઈકબાલભાઈ ખેડાવાલા સામે મોટર વ્હીકલ એકટની કલમો હેઠળ ફરિયાદ નોંધીને મેટ્રોપોલિટન કોર્ટમાં મોકલી આપી હતી. જેમાં આરોપી કોર્ટમાં કબૂલાત કરતા દંડ ફટકાર્યો હતો. જો કે, કોર્ટના ધ્યાને આવ્યું કે, કેન્દ્ર સરકારના નવા કાયદા મુજબ રજિસ્ટ્રેશન વગર વાહન વેચનાર સામે મોટર વ્હીકલ એકટની કલમ-192 (બી) (2), 41(1)ની જોગવાઈના ભંગ મુજબ કાર્યવાહી થઈ શકે. જે અંગે ખાડિયા પોલીસ પાસે કોઈ જ્ઞાન નહોતું. જે બાબતે કોર્ટે ખાડિયાના પોલીસ અધિકારીને બોલાવીને તાકીદ કરી હતી. આ પછી પોલીસ દ્વારા વાહનનું વેચાણ કરનાર એ.કે. ઓટોમોબાઈલ્સ શો-રૃમના સંચાલક ગુલામ અકબર હાજી મહંમદ કીમશરવાલા સામે ફરિયાદ દાખલ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટના નવા કાયદા અને દંડ અંગેની જોગવાઈઓ તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. જે અંગે મોટાભાગના પોલીસ અજ્ઞાન છે. સામાન્ય રીતે વાહનચાલકને પોલીસ પકડતી હોય છે. ત્યારે ચલણ આપવામાં આવવતુંહોય છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે વાહનચાલકને તકલીફ ના પડે તે માટે કોર્ટ અથવા આરટીઓનો ઉલ્લેખ કરીછને વાહનચાલકને ચલણ આપી દેવામાં આવે છે. જેના લીધે વાહન ચાલકોને આરટીઓમાં દંડ ભરવા જાય ત્યારે બે થી ત્રણ દિવસ ધકકા ખાવા પડતા હોય છે અને ફરજીયાત એજન્ટ રાખવો પડતો હોય છે. ખરેખર પોલીસ દ્વારા વાહનચાલકોને હેરાનગતિના થાય તે માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી.
વાહનના દસ્તાવેજો ના હોય તો પંદર દિવસમાં જે તે પોલીસને બતાવવાના હોય છે. આમ છતાં પોલીસ દ્વારા ગેરકાયદે રીતે વાહનજપ્ત કરી અને મનફાવે તે રીતે દંડ વાહનચાલકોને આપી દેતા હોય છે. વાહનચાલક પંદર દિવસમાં વાહનના દસ્તાવેજો રજૂ ના કરે તો તેને કાયદાની જોગવાઇઓ માટે દંડ વસૂલવાનો હોય છે. આમ છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને સારું લગાડવવા માટે પોલીસ દ્વારા વાહનચાલકોની પાસેથી આડેધડ દંડ વસૂલતા હોય છે.
વાહનોની જપ્તી અને રજીસ્ટ્રેશન વિના દોડતાં વાહનો અંગે જાણો
રજીસ્ટ્રેશન વગર વાહન વેચનાર એક વેપારીને અદાલત દ્વારા દંડ : નવા કાયદા અંગે પોલીસતંત્રમાં પૂરતી જાણકારીનો અભાવ