ગુજરાત સરકારમાં મંત્રી ઈશ્વર પટેલના ભાઇ વિજયસિંહે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી, આત્મવિલોપનની ચીમકી મામલે વડાપ્રધાન મોદી અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો હતો.
ગુજરાત સરકારમાં સહકાર મંત્રીના ભાઇએ પરિવાર સાથે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે. મંત્રી ઈશ્વર પટેલના ભાઇ વિજયસિંહે આ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
આત્મવિલોપનની ચીમકી મામલે પીએમ મોદી અને સીએમ રૂપાણીને પત્ર પણ લખ્યો. ભાજપના નેતાઓ ખોટા કેસમાં ફસાવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. ભાજપના નેતા મને આર્થિક અને સામાજિક નુકસાન નુકસાન કરે છે. તેવી વાતનો ઉલ્લેખ વિજયસિંહ કરી રહ્યા છે. મેં કૌભાંડ ખુલ્લા પાડયા એટલે મને દબાવાય છે.
મંત્રી ઈશ્વર પટેલને ખબર છતાં મને મદદ કરતા નથી. મંત્રી ઈશ્વર પટેલના ભાઇ હોસાંટ એપીએમસીના પૂર્વ પ્રમુખ છે. મંત્રી ઈશ્વર પટેલના ભાઇના પત્રથી રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે.