જામનગર શહેર અને જિલ્લા સહિત રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ઇંગ્લીશ દારૂ ઘૂસાડવાના અવનવા કરતબ રચવામાં આવે છે. દરમ્યાન એલસીબીની ટીમએ મેગા ઓપરેશન સફળ બનાવી આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરી રૂા. 1.39 કરોડની કિંમતની 29,243 બોટલ ઇંગ્લીશ દારૂ સાથે પોરબંદરના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
મળતી વિગત મુજબ જામનગર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે જિલ્લામાં મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો હોવાની મયૂરસિંહ પરમાર, દિલીપભાઇ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે રેંજ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
View this post on Instagram
એલસીબીની ટીમએ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટિયા પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી. દરમ્યાન બંધ બોડીના બાતમી મુજબના ટ્રકને આંતરીને તલાશી લેતાં ટ્રકમાંથી અધધધ રૂા. 1,39,79,800ની માતબર કિંમતની 29,243 નંગ ઇંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. જેના આધારે એલસીબીની ટીમએ પોરબંદરના આદિત્યાણા ગામના ટ્રકચાલક રાજુ ઉર્ફે દેવો ખીમા મોરી (ઉ.વ.30) નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો રાણાવાવના કરશન કાના કોડિયાતર અને ભાણવડના દુદા દેવરાજ કોડિયાતરે મંગાવ્યો હોવાની તેમજ દારૂ ભરી આપનાર અજાણ્યો કે જેને કરશન કોડિયાતર તરીકે ઓળખે છે તે સહિતના શખ્સો વિરૂઘ્ધ કેફિયત આપતાં એલસીબીની ટીમએ જીજે03 બીવાય 7769 નંબરનો રૂા. 20 લાખની કિંમતનો ટ્રક અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 1,59,84,800ની કિંમતનો મુદ્ામાલ કબ્જે કરી પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી મુદામાલ અને ટ્રકચાલકને સોંપી આગળની તપાસ આદરી હતી.


