ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા નજીકથી પસાર થતી મારૂતિ કારને એલસીબીની ટીમે આંતરીને તલાસી લેતા કારના ચોરખાનામાંથી 78 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
View this post on Instagram

દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સોયલ ગામના ટોલનાકા નજીકથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની એલસીબીના અરજણભાઈ કોડિયાતર, મયુદ્દીનભાઈ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢ, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી મુજબની જીજે-16-એએ-7858 નંબરની મારૂતિ કાર પસાર થતા એલસીબીની ટીમે કારને આંતરીને તલાસી લેતા કારના ચોર ખાનામાંથી રૂા.31,400 ની કિંમતની 78 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા એલસીબીની ટીમે જામનગરના રવિરાજસિંહ ઉર્ફે રવિ કિરીટસિંહ જાડેજા નામના શખ્સને દારૂનો જથ્થો અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ અને એક લાની કાર મળી કુલ રૂા.1,36,400 નો મુદ્દામાલ કબ્જે પૂછપરછ હાથધરતાં આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગર લીંબડીમાંથી ખરીદ કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


