ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલા સંજયનગર ખાતે જિલ્લા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દેવશીભાઈ ગોજીયા અને હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભારવાડિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ વિસ્તારમાં રહેતા ભીમા જેઠા લુણા નામના ગઢવી શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી અને ચલાવતા આ જુગારના અખાડામાંથી પોલીસે ભીમા જેઠા લુણા, કરસન કારા વાનરીયા, લખુ કારા વાંદરીયા, નિતીન રાણા શાખરા, મહિપતસિંહ તખુભા જાડેજા અને આશા ગોપાલ ભાચકન નામના છ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 52,190 રોકડા તથા રૂા. 20 હજારની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 72, 190 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ જે.એમ. ચાવડાની સુચના મુજબ પીએસઆઈ એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એએસઆઈ ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.