Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરશેખપાટના ગોડાઉનમાં એલસીબીનો દરોડો, દારૂ કબ્જે

શેખપાટના ગોડાઉનમાં એલસીબીનો દરોડો, દારૂ કબ્જે

384 બોટલ દારૂ અને સ્વીફટ કાર કબજે : રૂા. 5,53,600નો મુદામાલ કબજે કરી બુટલેગરની શોધખોળ : સીટી સી ડિવીઝનના શંકરટેકરી વિસ્તારમાં બે દરોડા

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ઈંગ્લીશ દારૂની રેલમછેલ થઈ રહી છે. તેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ જામનગર પોલીસ એકશનમાં આવી ગઇ છે અને એલસીબીએ શેખપાટ ગામમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો અને કાર સહિત રૂા.5,53,600 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા આરોપીની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી દારૂનો તોતિંગ જથ્થો ઝડપી લીધા બાદ જામનગર પોલીસ પણ એકશનમાં આવી ગઇ છે અને એલસીબીના હરદીપ ધાંધલ, મયુરસિંહ પરમાર, હરદીપ બારડને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રણજીતસાગર રોડ પરના પ્રણામીનગરમાં રહેતો મહાવીરસિંહ ઉર્ફે માવલો દેવાજી જાડેજા નામના શખ્સ દ્વારા શેખપાટના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારી વેંચાણ કરતો હોવાના સ્થળે રેઈડ કરી હતી.

એલસીબીની ટીમે રેઈડ દરમિયાન મહાવીરસિંહ ઉર્ફે માવલો દેવાજી જાડેજા ના ગોડાઉનમાં તલાસી લેતા તેમાંથી રૂા.1,53,600 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 384 બોટલ મળી આવી હતી અને રૂા.4 લાખની જીજે-37-બી-9592 નંબરની સ્વીફટ કાર સહિત કુલ રૂા.5,53,600 નો મુદ્દામાલ કબ્જે કરી મહાવીરસિંહની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા વિસ્તારમાં રહેતાં નયન મનસુખ ચૌહાણ નામના શખ્સના મકાનમાંથી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.400 ની કિંમતની 200-200 એમ.એલ. ભરેલી બે બોટલ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી નયનની શોધખોળ આરંભી હતી. તેમજ સુભાષપરામાં જ સંજય રમેશ સોયગામાના મકાનમાંથી તલાસી લેતા પોલીસે રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ કબ્જે કરી સંજય સોયગામા નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular