Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરપોલીસ તરીકેની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સોને દબોચી લેતું એલસીબી

પોલીસ તરીકેની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સોને દબોચી લેતું એલસીબી

- Advertisement -

જામનગર શહેરમાં અંધાશ્રમ બ્રીજ પાસે યુવાનને પોલીસ તરીકેની ઓળખ આપી બે શખ્સોએ દારૂ પીધેલનો કેસ કરવાના બહાને અપહરણ કરી રોકડ રકમની લૂંટના બનાવમાં એલસીબીએ બે શખ્સોએ દબોચી લઇ રોકડ રકમ કબ્જે કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની અંધાશ્રમ બ્રીજ પાસે લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતો ભલાભાઈ અમરાભાઈ લાબડિયા (ઉ.વ.46) નામનો મજૂરી કામ યુવાન વાહનની રાહ જોતો હતો તે દરમિયાન 35 વર્ષના અને 30 વર્ષના બે શખ્સોએ યુવાન પાસે આવી તારો દારૂ પીધેલનો કેસ કરવો છે તેમ કહી બાઈક પર બળજબરીપૂર્વક અપહરણ કરી ગયો હતો અને ત્યારબાદ યુવાન પાસે રહેલી રૂા.9500 ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપ તલાવાડિયા, સંજયસિંહ વાળા અને કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન એલસીબીએ ખોડિયાર કોલોની મહાકાળી ચોકમાં રોડ પર ઉભેલા મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો ગોપાલ ચુડાસમા (ઉ.વ.37) (રહે. રામેશ્વરનગર, નંદનપાર્ક) અને રાજદીપસિંહ ઉર્ફે મુનો બાબભા પરમાર (ઉ.વ.32)(રામનગર) નામના બંને શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી લૂંટ કરાયેલા રૂા.9500ની રોકડ રકમ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી. ઝડપાયેલા પોલીસની ઓળખ આપનારા બે શખ્સો પૈકીના મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો ગોપાલ ચુડાસમા નામના શખ્સ વિરૂધ્ધ સિટી સી ડીવીઝનમાં બે તથા સિટી બી ડીવીઝનમાં એક તેમજ રાજકોટના થોરાલા પોલીસ સ્ટેશનમાંએક અને સિટી એ તથા બી ડીવીઝનમાં એક – એક મળી કુલ અડધો ડઝન જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular