Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આમરા ગામમાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે શખ્સને ઝડપી લેતું એલસીબી

જામનગરના આમરા ગામમાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે શખ્સને ઝડપી લેતું એલસીબી

- Advertisement -

જામનગર તાલુકાના આમરા ગામમાં લાયસન્સ વગરની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની બાતમીના આધારે એલસીબીની ટીમે જીવતા કાર્ટીસ અને પિસ્તોલ સાથે સલાયાના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના આમરા ગામના પાટીયા પાસેથી પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબનો શખ્સ આમરા ગામના પાટીયા પાસેથી પસાર થતા એલસીબીએ સુલતાન ઉર્ફે ગાંડી જુસબ સુભણિયા (રહે. સલાયા તા. ખંભાળિયા) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી લાયસન્સ વગરની રૂા.25000 ની કિંમતની પિસ્તોલ અને રૂા.200 ની કિંમતના બે જીવતા કાર્ટીસ મળી આવતા રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular