જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં આવેલા રહેણાંક મકાનમાંથી એલસીબીની ટીમે બાતમીના આધારે રેઈડ દરમિયાન મકાનમાંથી 41 બોટલ દારૂ અને બીયરના 36 નંગ ટીન સહિતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ વાડામાંથી 21 બોટલ અને એક ફોન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના મયુરસિંહ પરમાર, હરદીપ બારડ, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે રેઈડ દરમિયાન રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા નાનભા જાડેજાના મકાનમાંથી તલાસી લેતા રૂા.16,400 ની કિંમતની 41 બોટલ દારૂ અને 3600 ની કિંમતના 36 નંગ બીયરના ટીન મળી આવતા એલસીબીએ 20000 નો મુદ્દામાલ કબ્જે કરી રાજેન્દ્રસિંહની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂ બીયરનો જથ્થો રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ મહિપતસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાની કેફિયત આપી હતી.
જેના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે નાની લાખાણી ગામમાં આવેલા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુના કબ્જાના વાડામાંથી તલાસી લેતા તેમાંથી રૂા.8400ની 21 બોટલ દારૂ અને 1 મોબાઇલ મળી આવતા પોલીસે શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો રવિરાજસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા સપ્લાય કરાયાની કેફિયત આપતા એલસીબીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી નહેરુનગર શેરી નં.6-એ માં રહેતાં ભાવિન મહેશ રાઠોડ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.1500ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.