Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબાલંભાના ઉપસરપંચની હત્યામાં એક શખ્સને દબોચી લેતું એલસીબી

બાલંભાના ઉપસરપંચની હત્યામાં એક શખ્સને દબોચી લેતું એલસીબી

સપ્તાહ પૂર્વે રેલી લીઝના પૈસા મામલે ધડાધડ ફાયરીંગ : ઘટનાસ્થળે જ ઉપસરપંચનું મોત: ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

જોડિયા તાલુકાના બાલંભા ગામના બસ સ્ટેન્ડ પાસે દિનદહાડે રેતીની લીઝ ચાલુ રાખવા મામલે પૈસાની માગણીમાં ચાર શખ્સોએ ઉપસરપંચ ઉપર ધડાધડ ફાયરીંગ કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં એલસીબીએ એક શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રેતીની લીઝ ચલાવવા માટે પૈસા આપવા પડશે તે બાબતનો ખાર રાખી ગત પહેલી તારીખે અયુબ જુસબ જસરાયા અને અસગર હુશેન કમોરા તથા બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ બંદૂક, તલવાર અને ધારિયા સાથે ધસી આવી બસ સ્ટેન્ડ પાસે ઉપસરપંચ કાંતિભાઈ માલવિયા ઉપર ધડાધડ ફાયરીંગ કરી અને તેના ભાઈ નિલેશ ઉપર ધારિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બાદમાં કાંતિભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈ નિલેશની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

આ હત્યાના બનાવમાં નાસતો ફરતો હિરેન અરજણ ચાવડા નામનો શખ્સ જામનગરમાં ગુલાબનગર બસ સ્ટેન્ડ પાસે હોવાની એલસીબીના પોકો અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીઆઈ કે.જી.ચૌધરી તથા એસઓજી પીઆઈ એસ.એસ. નિનામા તથા પીએસઆઈ કે.કે. ગોહિલ તથા આર.બી. ગોજિયા તથા બી.એમ. દેવમુરારી સહિતના સ્ટાફે હિરેનને દબોચી લઇ રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular