Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલાલપુરના બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરતું એલસીબી

લાલપુરના બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરતું એલસીબી

શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા વધુ એક બુટલેગર સામે પાસા : સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલાયો

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે દિશામાં કાર્યવાહી અંતર્ગત વધુ એક બુટલેગરની પાસા હેઠળ એલસીબીની ટીમે ધરપકડ કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી રહી છે અને આ ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કલેકટર બી.કે. પંડયા અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. દરમિયાન એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા અને લાલપુર પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા દલતુંગીમાં રહેતા બુટલેગર અને પ્રોહિબીશનના ચાર ગુનામાં સંડોવાયેલા માલા હિરા પંડત નામના શખ્સ વિરૂધ્ધ કરાયેલી પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટર બી.કે. પંડયા દ્વારા મંજૂર કરાતા પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે માલા હિરા પંડતની ધરપકડ કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular