જામનગર એલસીબી પોલીસ દ્વારા પ્રોહિબીશનના ચાર કેસમાં નાસતા-ફરતાં આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-સી ડિવિઝનના પ્રોહિબીશનના બે કેસ તથા ધ્રોલ અને જામનગર સીટી-એના એક-એક કેસ મળી પ્રોહિબીશનના ચાર કેસમાં નાસતો-ફરતો આરોપી વિમલ ઉર્ફે ડોડારો તુલસી પમનાણી નામનો શખ્સ નાસતો-ફરતો હોય, હાલમાં જામનગર શહેરમાં ભોઇના ઢાળિયા પાસે હોવાની એલસીબીના સંજયસિંહ વાળા તથા ભગીરથસિંહ સરવૈયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા આરોપી વિમલ ઉર્ફે ડોડારો તુલસી પમનાણી નામના શખ્સને ભોઇના ઢાળિયા પાસેથી ઝડપી લઇ જામનગર સીટી-સી પોલીસને સોંપી આપ્યો હતો.