જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પરથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન ચોરાઉ મોબાઇલ ફોન સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના મારૂ કંસારા વાડી પાસે રણજીતસાગર રોડ પરથી ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ પસાર થવાની ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોર પરમાર અને કલ્પેશ મૈયડને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.કે. કરમટા, અને પીએન મોરી તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતીમ મુજબનો શખ્સ પસાર થતા આંતરીને તલાસી લેતા રતન બહાદુર થાપા નેપાળી (ઉ.વ.37) નામના ચોકીદારી કરતા શખ્સ પાસેથી રૂા.27,999 ની કિંમતનો ચોરાઉ મોબાઇલ મળી આવતા એલસીબીની ટીમે તસ્કરની ધરપકડ કરી મોબાઇલ કબ્જે કરી સીટી એ ડીવીઝનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.