Friday, December 27, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુરમાં થયેલી જીરૂ ચોરી પ્રકરણમાં પરપ્રાંતિય શખ્સને દબોચી લેતી એલસીબી

કલ્યાણપુરમાં થયેલી જીરૂ ચોરી પ્રકરણમાં પરપ્રાંતિય શખ્સને દબોચી લેતી એલસીબી

જીરૂની ચોરી કરી અને માર્કેટિંગ યાર્ડમાં વેચી માર્યું હતું !!!

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા એક આસામીની વાડીમાં થોડા દિવસ પૂર્વે ઓરડીમાં રાખવામાં આવેલા જીરૂના પાકની ચોરી થવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

- Advertisement -

આ પ્રકરણ સંદર્ભે એલ.સી.બી. વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારિયા તથા અરજણભાઇ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના કુનમાલ તાલુકામાં રહેતા કુતરિયા ઉર્ફે રાકેશ કેમતાભાઈ ઓહરિયા નામના 19 વર્ષના આદિવાસી શખ્સની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવતા અગાઉ ફરિયાદીની જમીનમાં ભાગીયા તરીકે કામ કરતા આ શખ્સે જીરૂની ચોરી કરી, આ જીરૂ માર્કેટિંગ યાર્ડમાં વેચી માર્યું હતું. આથી પોલીસે આરોપી પાસેથી રૂ. 53,000 રોકડા, રૂપિયા 5,000 ની કિંમતનો મોબાઇલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ અર્થે આ શખ્સનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.વી ગળચર, બી.એમ. દેવમુરારી, મસરીભાઈ ભારવાડીયા, વિપુલભાઈ ડાંગર, લાખાભાઈ પિંડારિયા, હસમુખભાઈ કટારા, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ આંબલીયા, સચિનભાઈ નકુમ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular