Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વકીલના બાઈકને મોપેડચાલકે ઠોકરે ચડાવ્યા

જામનગરમાં વકીલના બાઈકને મોપેડચાલકે ઠોકરે ચડાવ્યા

ઇજાગ્રસ્ત વકીલને હોસ્પિટલે ખસેડાયા : પોલીસ દ્વારા મોપેડચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં લાલબંગલાથી ગુરૂદ્વારા તરફ જવાના માર્ગ પરથી પસાર થતા વકીલના બાઈકને સામેથી આવતા મોપેડે ઠોકર મારી અકસ્માત કરતા વકીલને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર ગર્વમેન્ટ કોલોની બ્લોક નંબર સી-8 માં રહેતાં અને વકીલાત કરતા નિખીલ કેશવજીભાઈ પરમાર નામનો યુવાન ગત તા. 17 ના રોજ સાંજના સમયે તેના મિત્ર મહેશભાઇ યાદવ સાથે જીજે-10-સીકે-6070 નંબરના બાઈક પર ગુરૂદ્વારા ચોકડીથી લાલબંગલા તરફ જતા હતાં તે દરમિયાન કાંચનજંગા એપાર્ટમેન્ટ પાસે સામેથી આવી રહેલા જીજે-10-ડીએમ-5049 નંબરના મોપેડના ચાલકે વકીલના બાઈક સાથે અથડાતા અકસ્માતમાં વકીલને પગમાં ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ મોપેડચાલક નાશી ગયો હતો. ઈજાગ્રસ્ત વકીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે મોપેડચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular