જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22ની રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં નગરજનો મિલકત વેરા/વોટર ચાર્જની રકમોમાં રિબેટનો લાભ મેળવવા માટે મોબાઇલ ટેકસવાન પણ શરૂ કરવામાં આવી છે. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં જાહેર રજાઓ સિવાય મોબાઇલ ટેકસવાન ફરશે. જેમાં મિલકત વેરા/વોટર ચાર્જની રકમ સ્વિકારી તે અંગેની પહોંચ પણ સ્થળ ઉપરથી આપવામાં આવશે. ઓન-કોલ ટેકસ કલેકશનની સુવિઘાનાં ભાગરૂપે કરદાતાઓની બાકી મિલ્કત વેરા / વોટરચાજર્ની રકમ ઘર બેઠા ફોન કરવાથી આપનાં ઘરે આવી મિલ્કત વેરા / વોટરચાર્જની રકમ કેશ / ચેકથી સ્વીકારી, તે જ સમયે તેની પહોંચ આપવામાં આવશે. આ સુવિઘાઓ લાભ લેવા માટે તમામ કરદાતાઓએ ઓફિસ અવર્સ દરમ્યાન વૈભવ મહેતા, (મો.-94272 46210) પર આપની મિલકતનાં નવા એસેસી નંબર આપવાથી બાકી રકમ અંગે વેરીફાઇ કરી આપની બાકી મિલ્કત વેરા / વોટરચાર્જની રકમ આપના સ્થળ પર આવી વેરો સ્વીકારવામાં આવશે. જામનગરમાં નિચે દર્શાવેલા સ્થળોએ સવારે 10:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી મોબાઇલવાન ઉભી રહેશે.