જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાના સીએસસી (જન સેવા કેન્દ્ર)નો આજરોજ સંતો-મહંતો તથા મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ હસ્ત કલા તેમજ પરં5રાગત ટ્રેડના કાર્યક્રમ માટે (પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના) અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રદાન કરવાના હેતુ સાથે જામનગર 78-ઉત્તર વિધાનસભા વિસ્તારમાં સીએસસી (જન સેવા કેન્દ્ર) સેન્ટરનું ઉદ્ઘાટન તથા હસ્તકલા તેમજ પરંપરાગત ટ્રેડના કારીગરો માટે (પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના) અંતર્ગત મેગા કેમ્પનો ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા આયોજન કરાયું હતું. ધારાસભ્ય રિવાબા જાડેજા જનસંપર્ક કાર્યાલય, કુબેર એવન્યુ, ગુરુદ્વાર ચોકડી, જામનગર ખાતે આ જન સેવા કેન્દ્ર તથા મેગા કેમ્પનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત પ.પૂ. દેવપ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ જુના મંદિર, બેડીગેઇટના પ.પૂ. કોઠારી ચત્રર્ભુજસ્વામીજી તેમજ ખિજડા મંદિરના સંતો-મહંતો ઉપરાંત ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, જામનગર ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જીતુભાઇ લાલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, અશોકભાઇ નંદા, હિતેનભાઇ ભટ્ટ, મુકેશભાઇ દાસાણી, નિલેશભાઇ ઉદાણી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વમેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રતિભાબેન કનખરા, હસમુખભાઇ જેઠવા, કોર્પોરેટરો ધર્મરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ સોરઠીયા, કિશનભાઇ માડમ, આશાબેન રાઠોડ, પાર્થભાઇ જેઠવા, મુકેશભાઇ માતંગ, હર્ષાબા જાડેજા, ભાજપ અગ્રણી પી.ડી. રાયજાદા સહિતના અગ્રણીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.