Monday, December 23, 2024
Homeરાજ્યનયારા એનર્જી દ્વારા ઝાખરમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

નયારા એનર્જી દ્વારા ઝાખરમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ કેર સેન્ટરનુું વર્ચ્યુઅલ ઉદઘાટન ર્ક્યું : સુધારાત્મક આરોગ્ય સુવિધાઓ સમાજને પ્રદાન કરવા માટે પ0 બેડનું પ્રથમ સ્તરનું કોવિડ કેર સેન્ટર

- Advertisement -

દેશ મહામારીની બીજી લહેર સામે લડત કરી રહયો છે, ત્યારે આંતરરાષ્ટ્રીયસ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ તેની વાડીનાર રિફાઈનરી નજીકના લોકોમાટે વધારે સહયોગી બની છે. કંપનીએ આજે આ વિસ્તારના હળવા લક્ષણો ધરાવતા કોવિડ-19 પોઝિટિવ દર્દીઓની સંભાળ અને સારવારમાટે ઝાખર ગામમાં પ0 બેડ સાથે એક કોવિડ કેર સેન્ટર શરૂ ર્ક્યાની ઘોષણા કરી છે. કોવિડ કેર સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન ગુજરાત રાજયના યમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમની ગાંધીનગર કચેરીથી ર્ક્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના કૃષિ, ગ્રામિણ વિકાસ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને વાહન વ્યવહાર વિભાગના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, ખાદ્ય, નાગિરક પુરવઠા અને ગ્રાહક બાબતો, કુટિર ઉદ્યોગ વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગરજિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરાની સાથે નયારા એનર્જીના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર ડૉ.અલોઈસ વિરાગ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -

આગામી મહિનાઓમાં નયારા એનર્જી રાહત પ્રયાસોને વધારવા માટે અને સમાજના વધુ વ્યક્તિઓને આવરી શકાય તેવી આરોગ્ય સંભાળને સુલભ બનાવવા વધારાના પ0 બેડનો ઉમેરો કરી કુલ 100થી વધુ બેડની સુવિધા ઉભી કરવાની યોજના ધરાવે છે.આ સેન્ટરમાં જનરેટર બેકઅપ, પુરુષો અને મહિલાઓ માટે અલગથી શૌચાલયની સુવિધા અને 100 બેડને સમાવી શકાય એવા 4 ડોરમેટ્રી હોલ છે જેમાંના બે હોલમાં 16 બેડ ઓક્સિજનસિલિન્ડર અને ઓક્સિજન કન્સેન્ટર્સ સાથેની સુવિધાથી સજજ છે.

આ કેન્દ્ર રાઉન્ડ ધી કલોકના આધારે કાર્ય કરશે અને એમબીબીએસ ડાકટર્સ, પેરામેડિક્સ, એટેન્ડન્ટ્સ અને ફાર્માસિસ્ટ્સ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. ટીમને દરરોજ એક વિરષ્ઠ તબીબ દ્વારા સહયોગઆપવામાં આવશે. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ અને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓને સ્થળાંતિરત કરવા માટે ઓક્સિજન સુવિધા સાથે રાઉન્ડ ધી કલોકની એમ્બ્યુલન્સ સુવિધા પણ ઉપલબ્ધ હશે. કેન્દ્રનું એકંદરે સંચાલન અને નેતૃત્વ નયારા એનર્જી સમર્થિત હેલ્પેજ ઇન્ડિયા અને ઝાખરની ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.

- Advertisement -

કોવિડકેર સેન્ટર સ્થાપવાના નયારા એનર્જીના પ્રયાસોની પ્રશંસા કરતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે નયારા એનર્જીને હું ખુબ-ખુબ અભિદનંદનઆપું છું કે આવાકપરા સમયે પોતાની એક સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સમજીને કોવિડ કેર સેન્ટર ઉભું કરી જાખર વિસ્તાર અને જિલ્લાના લોકો માટે સુવિધા ઉભી કરી છે. લોકોને ઝડપથી અને સારી સુવિધા મળી રહે એ માટે આ સેન્ટરઉભું ર્ક્યું છે. હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસ ઘટતા જાય છે, પરંતુ વેક્સિેનેશન સંપૂર્ણ ના થાયત્યાં સુધી ધ્યાન રાખવાનું છે. નિષ્ણાંતો ત્રીજી લહેરની વાતકરે છે ત્યારે એવા સમયે આપણે પૂર્ણપણે વ્યવસ્થા કરી રહયા છીએ.

કોવિડ કેર સેન્ટરના ઉદ્ધાટન પ્રસંગે નયારા એનર્જી લિમિટેડના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર ડૉ.અલોઈસ વિરાગે કહયું હતું કે મહામારી સામેની લડતમાં સ્ત્રોતો એકત્રિત કરવા અને સરકારના પ્રયાસોમાં સહાય કરવાની જરૂિરયાતને નયારા એનર્જી સમજે છે. અમે સંવાદિતામાં લોકો સાથે ઉભા છીએ અને ગુજરાત સરકારના સ્થાનિક વિભાગો સાથે જોડાઇ લોકોને જરૂરી ખાદ્યપૂર્તિ, ગંભીર આરોગ્ય સંભાળ અંગેના ઉપકરણો, રક્ષાણાત્મક પધ્ધતિઓ અને સેનિટાઈઝેશન ઉપકરણો પુરાપાડવા સહયોગ કરી રહયા છીએ. ઝાખરકોવિડ કેર સેન્ટરની સાથે અમને આજુબાજુના સમાજને સહયોગ આપવા માટેના અમારા અથાગ પ્રયાસોમાં ફાળો આપવા અંગે અમને ગર્વ છે. આ ઉપરાંત નયારા એનર્જી કોવિડ કેર સેન્ટરની ક્ષ્ામતા વધારવા માટે કટિબધ્ધ છે જેથી વધુ જરૂરી લોકોને સમયસર તબીબી સારવારને પહોંચી શકાય.

- Advertisement -

નયારા એનર્જી આરોગ્ય તથા સ્વચ્છતા, શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ અને કાયમી આજીવિકાના ક્ષેત્રોમાં વિવિધ ટકાઉ વિકાસ યોજનાઓ દ્વારા વાડીનાર રિફાઈનરીની આજુબાજુના દરેક સમાજને સહયોગી થઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular