ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને અર્જૂન એવોર્ડ વિજેતા મુળ જામનગરના વતની સલીમભાઇ દુરાનીનું અવસાન થયું છે. સલીમ દુરાનીના અવસાનથી જામનગરના ક્રિકેટ પ્રેમીઓમાં શોકનો માહોલ છવાયો છે. જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા તા. 6 એપ્રિલને ગુરૂવારના રોજ સાંજે પાંચ કલાકે અજિતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર (ક્રિકેટ બંગલો) ખાતે સ્વ. સલીમ દુરાનીની શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રિકેટ પ્રેમીઆ રણજી ટ્રોફી પ્લેયર તથા નગરજનો ઉપસ્થિત રહી સ્વ. સલીમ દુરાનીને શ્રધ્ધાંજલિ પાઠવી શકશે. સ્વ. સલીમ દુરાનીના ચાહકોને આ શ્રધ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયની યાદી જણાવે છે.