Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરલાખોટા નેચર કલબ દ્વારા રણમલ તળાવ પાસે અખાદ્ય ખોરાકનું વેચાણબંધ કરવા માંગણી

લાખોટા નેચર કલબ દ્વારા રણમલ તળાવ પાસે અખાદ્ય ખોરાકનું વેચાણબંધ કરવા માંગણી

મ્યુ.કમીશ્નરને આવેદનપત્ર : કલબ સહયોગ આપવા પણ તત્પર

- Advertisement -

જામનગર શહેરમાં રણમલ તળાવમાં ફૂડપોઈઝનીંગથી 35 થી વધુ પક્ષીઓના મૃત્યુ થયા હોય લાખોટા નેચર ક્લબ દ્વારા રણમલ તળાવ પાસે અખાદ્ય સામગ્રીનું વેચાણ ન કરવાની માંગ સાથે જામનગર મહાનગર પાલિકા ના ક્મીશ્નરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર ની પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર ક્લબ જામનગર દ્વારા આવેદન પત્ર પાઠવી મહાનગર પાલિકા સમક્ષ માંગણી કરવામાં આવી હતી કે રણમલ તળાવ માં આવતા દેશ વિદેશના અંદાજે 150 થી વધુ પ્રજાતિ ના પક્ષીઓનું રક્ષણ કરવામાં આવે રણમલ તળાવ પાસે કોઈપણ વેપારી દ્વારા પક્ષીઓનો ખોરાક ના હોય તે પ્રકાર ની અખાદ્ય સામગ્રી વેચાણ કરવામાં ના આવે અને જો વેચાણ કરવામાં આવતું હોય તો તેની વિરુધ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત અંહી સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ જાણતા અજાણતા પક્ષીઓને અખાદ્ય પદાર્થ આપવામાં આવે છે તો તે અટકાવવા મોટા બોર્ડ લગાવી તેમજ દિવસ ભર સિક્યુરિટી ગાર્ડ ની વ્યવસ્થા કરી આ પ્રવૃતિ બંધ કરાવી જરૂરી છે આ ઉપરાંત લાખોટા તળાવ ના પાછળ ના ગ્રાઉન્ડ ના ભાગે બાયો મેડિકલ વેસ્ટ તેમજ અન્ય કચરો ઠાલવવામાં આવે છે તે પણ બંધ કરાવવો જરૂરી છે આ સમગ્ર કામગીરી માં લાખોટા નેચર ક્લબ તંત્ર ની સાથે રહી સહકાર આપવા તત્પર છે આ માટે લાખોટા નેચર ક્લબ ને જરૂરી કામગીરી સોંપવામાં આવે તો તે નિષ્ઠા પૂર્વક કરવામાં આવશે તેવી ખાતરી પણ નેચર કલબ ના હોદ્દેદારો ઉપપ્રમુખ સૂરજ જોષી, જગત રાવલ, મંત્રી સંદીપ વ્યાસ અને સદસ્યો દ્વારા આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular