ચાર દિવસ પહેલાં ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી ખાતે કેન્દ્રીય ગૃહરાજયમંત્રીના પુત્રના વાહને ખેડૂતોના ટોળા પર ધસી જઇ ખેડૂતોના મોત નિપજાવ્યા હતાં. આ ઘટનામાં કૂલ આઠ મોત થયા હતાં. સુપ્રિમમાં આજે આ મામલાની સુનાવણી ચાલી રહી છે. સુપ્રિમે સ્વત: સંજ્ઞાન (સુઓમોટો) લઇ આ મામલાની સુનાવણી કરી છે. કેમ કે, લખીમપુરની આ ઘટનાએ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે.તમામ વિપક્ષ આ મુદ્દે યોગી સરકાર અને મોદી સરકારને ઘેરી રહ્યા છે. ગઇકાલે બુધવારે રાહુલ ગાંધી તથા પ્રિયંકા બનાવના વિસ્તારમાં ગયા હતાં અને પિડીત પરિવારોને મળ્યા હતાં.
દરમ્યાન સુપ્રિમ કોર્ટે આ મામલો સ્વતંત્ર રીતે હાથધરી આજે ગુરૂવારે બપોરે સુનાવણી દરમ્યાન ઉત્તરપ્રદેશની યોગી સરકારને લખીમપુર ઘટના અંગે છેલ્લી સ્થિતિનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રિમ કોર્ટમાં જમા કરાવવા જણાવ્યું છે.સુપ્રિમ કોર્ટે આ મામલાની સુનાવણી હાથ ધરતાં સરકારે હાઇકોર્ટના એક નિવૃત ન્યાયમૂર્તિનું એક સભ્યનું આયોગ બનાવી આ ઘટનાની તપાસ શરૂ કરાવી છે.


